Saturday, March 8, 2014

બાર કોડ ની વાર્તા

hy21comps_G6U1LS88N_277277e

: પપ્પા – પપ્પા આ બિસ્કીટ નું પેકેટ લો ને પ્લીઝ..!!!
એક છ – સાત વર્ષ ની બાળકી એ શોપિંગ મોલ માં ખરીદી કરતા કરતા વિનંતી કરી …
:ના પપ્પા એનો મને સહેજ પણ નથી ભાવતા…તમે પેલું લાલ કલરનું પેકેટ લઇ લો …
બાળકી ની મોટી બહેને ખુલાસો કર્યો …
:ઓકે-ઓકે હું બન્ને પેકેટ લઇ લવ છું બસ!! હવે જરા જુઓ તો મમ્મીએ લીસ્ટ માં લખેલી બધી વસ્તુ ઓ આવી ગઈ છે કે નહિ ?!!
:હા પપ્પા બ્રેડ , બટર , ટોમેટો કેચપ , અમારા બિસ્કીટ બધું જ આવી ગયું..!!!
તો પછી ચાલો બિલીંગ કાઉન્ટર પર જઈએ !!
પપ્પા એ શોપિંગ કાર્ટ (ટ્રોલી) સરકાવતા કહ્યું
બિલીંગ કાઉન્ટર પર ના યુવકે ફટાફટ એક પછી એક વસ્તુ ને બારકોડ સ્કેનર સામે લાવી બીલ બનાવી આપ્યું .
આ દ્રશ્ય પેલી મોટી બહેન ના મગજ માં તણખો કરી ગયું .
પપ્પા આ અંકલ આ પેકેટ પર પેલા મશીન થી શું કરે છે?
બેટા એને બાર કોડ સ્કેનીંગ કહેવાય .
એટલે શું પપ્પા ? –પ્રશ્નો ની વણજાર ચાલુ થઇ ગઈ…
જીજ્ઞાશા બેટા તું આ ટ્રોલી આપડી ગાડી સુધી લઇજા હું તને ઘરે જતા જતા વિગતે સમજવું….
જીજ્ઞાશા : ઓકે પપ્પા
barcode2a
ચલ હવે તને સમજાવું…પપ્પા એ ગાડી નો દરવાજો બંધ કરતા કહ્યું.
પપ્પા : જો બેટા આપને મોલ માંથી જેટલી વસ્તુ લઈએ છે તેના પેકેટ ઉપર કળા અને ધોળા પટ્ટાવાળું એક સ્ટીકર પ્રિન્ટ કરેલું હોય છે,જેને બાર કોડ તરીકે ઓળખવા માં આવે છે.
આ સ્ટીકર માં જે તે વસ્તુ ની બધી જ માહિતી કોડીંગ લેન્ગવેજ માં સંગ્રહ કરવા માં આવે છે,જેમ કે બિસ્કીટ નું પેકેટ હોય તો તેનું નામ , કંપની , ઉત્પાદન ની તારીખ , કીમત વગેરે વગેરે માહિતી બારકોડ ના એ નાનકડા સ્ટીકર માં છુપાયેલી હોય છે.
અંગ્રેજી માં ઉભા પત્તા ને બાર કહે છે અને ગુપ્ત પ્રકારે મુકેલી માહિતી ને ‘કોડ’ કહે છે એટલે થઇ ગયું ‘બારકોડ‘!!
જીજ્ઞાશા : વાહ !! આ તો ખરું કહેવાય , પણ પપ્પા પેલું મશીન ?
track and trace barcode scanner
જીજ્ઞાશા ના મગજ માં હજી પેલું લાઈટ વાળું મશીન જ અટક્યું હતું …
પપ્પા : હા બેટા હવે એના વિષે જ ખુ છું શાંતિ તો રાખ જરા ..
એ મશીન ને બારકોડ સ્કેનર કહેવાય ,પેલી ગુપ્ત માહિતી ને વાચવા લાયક બનાવવા માટે એ મશીન નો ઉપયોગ થાય છે,એ મશીન ને કોમ્પુટર સાથે જોડવા માં આવે છે.
જયારે કોઈ ગ્રાહક વસ્તુ લઈને કાઉન્ટર પર પહોચે છે ત્યારે પેકેટ ઉપરના બારકોડ ને પેલા મશીન થી સ્કેન કરવામાં આવે છે..પછી એ મશીન તે માહિતી ને કોમ્પુટર માં મોકલે છે અને કોમ્પુટર માં પહેલે થી સંગ્રહેલા વસ્તુઓ ના લીસ્ટ માંથી મેચ કરે છે..જેથી તે વસ્તુ ની કીમત અને અન્ય માહિતી જાણવા મળે છે , પછી કાઉન્ટર પર ઉભેલો પેલો ટોપીવાળો ભાઈ આપને લીધેલી વસ્તુ નું બીલ બનાવી આપે!!!
ખરે ખર બારકોડ એ વસ્તુ ની એક આલગ પ્રકાર ની ઓળખાણ છે જેને કોમ્પુટર માં પહેલેથી રાખેલ લીસ્ટ સાથે મેચ કરવામાં આવે છે..તમારી શાળા માં દરેક વિદ્યાર્થી ને હાજરી નંબર આપે છે ને!!! બસ આ એવું જ છે!!
જીજ્ઞાશા : હા પપ્પા મને ખબર પડી ગઈ !!!
અને હવે આ ગુપ્ત જાણકારી હું મારા બધા જ મિત્રો સુધી ફેલાવી દઈશ !!!
પપ્પા : તને ખબર છે આ ટેકનોલોજી નો ઉપયોગ બીજે ક્યાં થાય છે ?
જીજ્ઞાશા : હા પપ્પા પુસ્તકાલય માં પણ મેં આવું જ મશીન જોયું હતું …
પપ્પા : બિલકુલ સચોટ અવલોકન છે બેટા !! પુસ્તકાલય માં પણ પુસ્તકો ની લેવડ દેવળ માટે આ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે .
ચાલો હવે થેલા કાઢો…ઘર આવી ગયું …

No comments:

Post a Comment