Saturday, March 8, 2014

બાર કોડ ની વાર્તા

hy21comps_G6U1LS88N_277277e

: પપ્પા – પપ્પા આ બિસ્કીટ નું પેકેટ લો ને પ્લીઝ..!!!
એક છ – સાત વર્ષ ની બાળકી એ શોપિંગ મોલ માં ખરીદી કરતા કરતા વિનંતી કરી …
:ના પપ્પા એનો મને સહેજ પણ નથી ભાવતા…તમે પેલું લાલ કલરનું પેકેટ લઇ લો …
બાળકી ની મોટી બહેને ખુલાસો કર્યો …
:ઓકે-ઓકે હું બન્ને પેકેટ લઇ લવ છું બસ!! હવે જરા જુઓ તો મમ્મીએ લીસ્ટ માં લખેલી બધી વસ્તુ ઓ આવી ગઈ છે કે નહિ ?!!
:હા પપ્પા બ્રેડ , બટર , ટોમેટો કેચપ , અમારા બિસ્કીટ બધું જ આવી ગયું..!!!
તો પછી ચાલો બિલીંગ કાઉન્ટર પર જઈએ !!
પપ્પા એ શોપિંગ કાર્ટ (ટ્રોલી) સરકાવતા કહ્યું
બિલીંગ કાઉન્ટર પર ના યુવકે ફટાફટ એક પછી એક વસ્તુ ને બારકોડ સ્કેનર સામે લાવી બીલ બનાવી આપ્યું .
આ દ્રશ્ય પેલી મોટી બહેન ના મગજ માં તણખો કરી ગયું .
પપ્પા આ અંકલ આ પેકેટ પર પેલા મશીન થી શું કરે છે?
બેટા એને બાર કોડ સ્કેનીંગ કહેવાય .
એટલે શું પપ્પા ? –પ્રશ્નો ની વણજાર ચાલુ થઇ ગઈ…
જીજ્ઞાશા બેટા તું આ ટ્રોલી આપડી ગાડી સુધી લઇજા હું તને ઘરે જતા જતા વિગતે સમજવું….
જીજ્ઞાશા : ઓકે પપ્પા
barcode2a
ચલ હવે તને સમજાવું…પપ્પા એ ગાડી નો દરવાજો બંધ કરતા કહ્યું.
પપ્પા : જો બેટા આપને મોલ માંથી જેટલી વસ્તુ લઈએ છે તેના પેકેટ ઉપર કળા અને ધોળા પટ્ટાવાળું એક સ્ટીકર પ્રિન્ટ કરેલું હોય છે,જેને બાર કોડ તરીકે ઓળખવા માં આવે છે.
આ સ્ટીકર માં જે તે વસ્તુ ની બધી જ માહિતી કોડીંગ લેન્ગવેજ માં સંગ્રહ કરવા માં આવે છે,જેમ કે બિસ્કીટ નું પેકેટ હોય તો તેનું નામ , કંપની , ઉત્પાદન ની તારીખ , કીમત વગેરે વગેરે માહિતી બારકોડ ના એ નાનકડા સ્ટીકર માં છુપાયેલી હોય છે.
અંગ્રેજી માં ઉભા પત્તા ને બાર કહે છે અને ગુપ્ત પ્રકારે મુકેલી માહિતી ને ‘કોડ’ કહે છે એટલે થઇ ગયું ‘બારકોડ‘!!
જીજ્ઞાશા : વાહ !! આ તો ખરું કહેવાય , પણ પપ્પા પેલું મશીન ?
track and trace barcode scanner
જીજ્ઞાશા ના મગજ માં હજી પેલું લાઈટ વાળું મશીન જ અટક્યું હતું …
પપ્પા : હા બેટા હવે એના વિષે જ ખુ છું શાંતિ તો રાખ જરા ..
એ મશીન ને બારકોડ સ્કેનર કહેવાય ,પેલી ગુપ્ત માહિતી ને વાચવા લાયક બનાવવા માટે એ મશીન નો ઉપયોગ થાય છે,એ મશીન ને કોમ્પુટર સાથે જોડવા માં આવે છે.
જયારે કોઈ ગ્રાહક વસ્તુ લઈને કાઉન્ટર પર પહોચે છે ત્યારે પેકેટ ઉપરના બારકોડ ને પેલા મશીન થી સ્કેન કરવામાં આવે છે..પછી એ મશીન તે માહિતી ને કોમ્પુટર માં મોકલે છે અને કોમ્પુટર માં પહેલે થી સંગ્રહેલા વસ્તુઓ ના લીસ્ટ માંથી મેચ કરે છે..જેથી તે વસ્તુ ની કીમત અને અન્ય માહિતી જાણવા મળે છે , પછી કાઉન્ટર પર ઉભેલો પેલો ટોપીવાળો ભાઈ આપને લીધેલી વસ્તુ નું બીલ બનાવી આપે!!!
ખરે ખર બારકોડ એ વસ્તુ ની એક આલગ પ્રકાર ની ઓળખાણ છે જેને કોમ્પુટર માં પહેલેથી રાખેલ લીસ્ટ સાથે મેચ કરવામાં આવે છે..તમારી શાળા માં દરેક વિદ્યાર્થી ને હાજરી નંબર આપે છે ને!!! બસ આ એવું જ છે!!
જીજ્ઞાશા : હા પપ્પા મને ખબર પડી ગઈ !!!
અને હવે આ ગુપ્ત જાણકારી હું મારા બધા જ મિત્રો સુધી ફેલાવી દઈશ !!!
પપ્પા : તને ખબર છે આ ટેકનોલોજી નો ઉપયોગ બીજે ક્યાં થાય છે ?
જીજ્ઞાશા : હા પપ્પા પુસ્તકાલય માં પણ મેં આવું જ મશીન જોયું હતું …
પપ્પા : બિલકુલ સચોટ અવલોકન છે બેટા !! પુસ્તકાલય માં પણ પુસ્તકો ની લેવડ દેવળ માટે આ ટેકનોલોજી નો ઉપયોગ થાય છે .
ચાલો હવે થેલા કાઢો…ઘર આવી ગયું …

ભારતમાં અંગ્રેજી શાસનનો પ્રસાર

છે એકલવ્ય બનવાની તૈયારી ?

       એકલવ્ય બનવાની તૈયારી હોય તો યુટ્યુબ પર વગર દક્ષિણાની અપેક્ષાએ દરેક ક્ષેત્રમાં ગુરુ દ્રોણ સાક્ષાત હાજર છે.

બસ, પોતાની જાતને શીખવા માટે તથા એકચિત્તે સાંભળવા અને સમજવા તૈયાર કરવાની છે એટલું જ.
પાયાનું અને વ્યવસાયલક્ષી જરુરી શિક્ષણ કેટલું સરળ અને ગુણવત્તા વાળું અને એ પણ સાવ મફત અને ઘર આંગણે.
થોડોક દ્રષ્ટિકોણ અને શીખવાની ઢબ બદલવાની જરુર છે. ઇન્ટરનેટ પર શું ભણવું, કેવી રીતે શોધવું એ વિશે થોડાક વિચારવંત બનવાની જરુર છે.
એક નાનકડો નમૂનો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખવતા ગુરુ દ્રોણ (બકી રોબર્ટ) નો.
તો ચાલો, એકલવ્ય બનીએ અને જે ભણવું હોય તે વિષયના નિષ્ણાત ગુરુ દ્રોણની પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરીએ.

Computer Programming Languages Video Tutorials

બાળકોને અંગ્રેજી કેવી રીતે શીખવીશું ?



       અંગ્રેજીના જાણકાર શિક્ષક જ બાળકોને અંગ્રેજી સારી રીતે શીખવી શકે એવી માન્યતા ભૂલ ભરેલી છે. બાળકોને અંગ્રેજી ભણાવતાં-ભણાવતાં આપણે પણ તેને શીખી શકીએ છીએ  જુઓ કેવી રીતે.....
       આપણી રોજીંદી ભાષામાં લગભગ  ૨૦૦૦ (બે હજાર ) જેટલા શબ્દો અંગ્રેજીના આવે છે. અને આપણને ખબર પણ પડતી નથી કે આપણે  અંગ્રેજી બોલી રહ્યા છીએજુઓ કેવી રીતે ???     

 (cup , plate , bus , cycle , train , rail , phone , call , ball , mobile , fan , TV , sofa , bell , message , latter, head master , training .. ) છે ને ?  (એક નોટબૂકમાં આવી લાંબી યાદી બનાવો જેથી આગળનું કામ સહેલું બની જાય) 

      હવે મુદ્દો એ છે કે શું આપણે આના આધારે આપણાં બાળકોને સરસ રીતે,ઝડપથી સહેલાઈથી શીખવામાં મદદ કરી શકીએ ખરા ?

બે સિદ્ધાંતો 

(૧) ભાષા કૌશલ્ય પ્રધાન છે. - અને કૌશલ્ય અભ્યાસથી ( એટલે કે અનુભવ કરીને ) શીખી શકાય છે.

એટલે કે આપણે વર્ગમાં આવી સ્થિતિ બનાવવાની છે કે જેમાં બાળકો એ અંગ્રેજીનો ઉપયોગ કરવો જ પડે. આવી પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થઇ શકે??? શું આપણે આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ કે  જે રોચક હોય,આકર્ષક હોય !!! અને પ્રવૃત્તિ એવી મજેદાર હોય કે  એમાં બાળકોનું મન લાગે???  

(૨) કુતુહલવૃતિ - જીજ્ઞાસાની સંભાવના હોય તો ભાગીદારી વધી જાય છે.

દા.ત. :- તમને કોઈ પ્રાણીની પૂછડી જ દેખાઈ રહી છે તો તમે વિચારવા લાગી જાવ છો કે અ કયા પ્રાણીની પૂછડી હશે છે ને ??? આપનું મન આ પ્રમાણે ટેવાયેલું હોય છે. થોડુંક અર્થસૂચક જણાય તો તે એમાં ડૂબકી મારવા લાગી જાય છે.

         આગળ કેટલીક યુક્તિ -પ્રયુક્તિ  જોઈએ કે આ બે સિદ્ધાંતોના આધારે આપણે શું કરી શકીએ છીએ. તેનો ઉપયોગ કરતી વખતે જરૂર જણાય ત્યાં માતૃભાષામાં કામ લઇ શકાય.--- (સમજાવવા માટે અથવા ઉદાહરણ આપવા માટે ક્યારેક અનુવાદ કરવા માટે પણ) દરેક પ્રયુક્તિ વખતે અનિવાર્ય પણે એ અંગ્રેજી શબ્દોથી શરુ કરવી જે શબ્દોને બાળકો જાણે છે ( એ શબ્દો જે ગુજરાતીમાં આવે જ છે ) શીખવતી વખતે આપણો અભિનય - હાવભાવ અને અવાજ નો ખૂબ સારી રીતે ઉપયોગ કરીએ  જેથી બાળકોને સમજવું  સરળ થઇ જાય. બાળકોના ઉચ્ચાર અને સાચા-ખોટા (સાચું કથન) ઉપર  અત્યારે ધ્યાન ના  આપો તો વધારે સારું.---- પહેલાં અભિવ્યક્તિ અને શ્રવણ જરૂરી છે. ઉચ્ચાર અને  કથન કૌશલ્ય ધીરે- ધીરે આવી જશે.બીજી કેટલીક યુક્તિ - પ્રયુક્તિઓ હવે પછી કોઈવાર જોઈશું.  

પ્રયુક્તિ - ૧ :- તો સાચું વાક્ય શું છે ? ( what's the right sentence ? )

          ટેબલ તરફ નિર્દેશ કરીને બોલો  "This is a Pen.''  જયારે બાળકો માથું હલાવે તો કહો --- no, This is  a Table." 

         પછી ચોપડી તરફ નિર્દેશ કરીને કહો "This is a Pen /Bus /Table  વગેરે .... વગેરે ....

     હવે બાળકોને સાચું બોલવા માટે કહોઆવાં ઘણાં ઉદાહરણ આપોધીમે ધીમે બાળકોને સાચાં અને ખોટાં બન્ને પ્રકારનાં વાક્યો બનાવવા માટે પ્રોત્સાહિત કરો. એમને બતાવો કે ક્યા-ક્યા અંગ્રેજી શબ્દોનો વ્યવહાર પહેલેથી જ ગુજરાતીમાં છે. જરૂર જણાય તો તેવા શબ્દોનું લીસ્ટ કા.પા. પર લખી દો. ( ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં ) 

          શું કોઈ બીજી રીતે " ખોટું વાક્ય "પણ બાળકો સમજી શકે છે ?     હા. જેમ કે, ---- એક આંગળી ઉંચી કરો અને કહો, -- I  have  raised  TEN  fingers !.....પછી પોતે જ વાક્ય સુધારો અને સાચું વાક્ય બોલો,     અને ત્યાર પછી ઉદાહરણ મુજબબીજાં ખોટાં વાક્યો રજૂ કરીને બાળકો પાસે જે તે વાક્યો માટે સાચાં વાક્યો બોલાવવાં. (જરૂર જણાય ત્યાં માતૃભાષાનો સહારો લઈ શકાય.)

 આપણે ઘણી રીતે  આ પ્રયોગ કરી શકીએ છીએ.... રંગઆકારકદસંખ્યાઓ,બાળકોના નામવ્યવસાયકારોસગપણવગેરે....વગેરે....

         આ પ્રયુક્તિ બાદ  તમે અનુભવી શકશો કે અંગ્રેજીનો તાસ ખૂબ જ રસિક બની ગયો છે... અને બાળકો અંગ્રેજીના તાસની રાહ જુએ છે. એથી પણ વધુ તાસ પછી પણ તેઓને આવી અભિવ્યક્તિ કરતા જોઈ શકશો.
 

પ્રયુક્તિ- ૨:- આ વસ્તુ કયાં છે ? ( Where 's this thing ?) 

તમારો મોબાઇલ અથવા  પેન્સિલ તમારા હાથમાં લો અને પૂછો, Where      is the pencil ? પછી પોતે જ જવાબ આપો,  It is in my hand. હવે તેને અલગ - અલગ જગ્યા પર મૂકો  ( ટેબલ ઉપરઅથવા નીચે ચોપડી પાછળ,કોઈ બાળકના  ખિસ્સામાં વગેરે... વગેરે....) એક બે વાર પૂછો.... Where is the pencil now? બાળકોને એમના તરફથી બોલવા દોપછી પોતે જ વસ્તુઓને અલગ-અલગ જગ્યા પર મૂકીનેઆ ક્રિયા કરવા માટે પ્રોત્સાહિત કરો. ઈચ્છો તો " ખોટું વાક્ય " વાળી પ્રયુક્તિ પણ અપનાવી શકો છો! અથવા વર્ગની બે ટૂકડીઓ પાડીને રમત પણ રમાડી શકાય.

પ્રયુક્તિ- ૩ :- નાનું - મોટું. ( સરખામણી )  (Bigger and Smaller )

          કેટલીક વસ્તુઓ લો અને બાળકોને તુલનાત્મક શબ્દોમાં (હાવભાવ અને અભિનય સાથે ) પરિચય કરવો જેમકે..... 

 The pencil is longer than the rubber.' અથવા 'The rubber is broader than the pencil.' અથવા ' The mobile is bigger than the rubber.'  

    ઈચ્છો તો અહી પણ  " ખોટું વાક્ય " વાળી પ્રયુક્તિ પણ અપનાવી શકો છો! અથવા વર્ગની બે ટૂકડીઓ પાડીને રમત પણ રમાડી શકાય. જેમાં વર્ગમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓ ખૂબ ઉપયોગી થઇ પડશે. 
 

પ્રયુક્તિ- ૪ :- ઓળખો હું કોણ ?  (Guess Who I am ?  )   

જયારે આપણા વર્ગનાં બાળકો કેટલાક શબ્દો/વાક્યોથી થોડાં-ઘણાં પરિચિત થઇ જાયત્યારે આ વિવરણ આધારિત પ્રયુક્તિ (અભિવ્યક્તિ ) તરફ આગળ વધી શકાય. આગળની પ્રયુક્તિઓમાં જે - જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે તેનો આધાર અહીં પણ લેવો. 

              અંગ્રેજીમાં બાળકોને hints / clues / વિકલ્પ આપોઅને બાળકોને કહો કે તે ઓળખવાની કોશિશ કરે....... જેમકે..... 

      My shape is like a rubber. I make a ringing sound.  You can use me to make a fone call!

              ધીમે-ધીમે વધારે અઘરી બાબતો તરફ આગળ વધો..... (થોડી -ઘણી અંગ્રેજી - ગુજરાતી ભાષા મિશ્રિત કરી દેવી કોઈ ખરાબ બાબત નથી.)

'When you write with a pencil and make a bhul (ભૂલ), you ues me.'
(ઈચ્છો તો અભિનય દ્વારા વધારે સરળ બનાવો) આ પ્રમાણેની શરૂઆતને આગળ વધારો અને બાળકોને પણ અંગ્રેજી - ગુજરાતી મિલાવીને વાક્ય બનાવવા દો. ( આ સમયે ભાષાશુદ્ધિના ચક્કરમાં ફસાઈ ગયા તો ગાડી આગળ નહી વધે અને અંગ્રેજી શીખવા - શીખવવાનું કામ થઇ શકશે નહી )  આમ પણ ગુજરાતી ભાષામાં કેટલા બધા અંગ્રેજી શબ્દો ઘૂસી ગયા છે ! લોકો તેનો ગુજરાતીમાં છૂટથી ઉપયોગ કરે છેઅને પોતે શુદ્ધ ગુજરાતી બોલે છે/ લખે છે એવા વ્હેમમાં રાચે છે. તો પછી અંગ્રેજી ભાષા શીખવાની પ્રક્રિયામાં થોડા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો એમાં શરમાવા જેવું શું છેઅને એમાં શું ખાટું- મોળું થઇ જવાનું ???    ગુજરાતી ભાષાના કથન અને  લેખનમાં ઘણા બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થાય છે છતાં ગુજરાતી ભાષા બોલીએ છીએ,સાંભળીએ  છીએ ,વાંચીએ છીએલખીએ છીએએમાં કોઈ નાનમ નડતી નથી.  તો પછી અંગ્રેજી ભાષા શીખવા માટે પા...પા .... પગલી ભરતાં બાળકો માટે શરૂઆતમાં જ અંગ્રેજીના શુદ્ધ વાક્યો અને શુદ્ધ ઉચ્ચારની અપેક્ષા રાખવી એ શું વધારે પડતું ના કહેવાય???  આમ પણ બાળક જન્મ્યા પછી અમુક ઉંમરે તેની માતૃભાષા બોલતાં શીખે છે ત્યારે તેના વાક્યો કે ઉચ્ચાર ક્યાં સાચાં હોય છે પરંતુ ધીમે ધીમે તે સાચા વાક્યો શુદ્ધ ઉચ્ચારે બોલતાં શીખી જાય છે !

              યાદ રાખો આપણી આવી અપેક્ષાઓના કારણે જ બાળકોના  મનમાં અંગ્રેજી ભાષાનો હાઉ પેંદા થઇ શકે છે !!!!!  બાળકોને  જરૂર છે પ્રેરણા અને પ્રોત્સાહનનીઅને થોડી નિર્ભયતાની તેમ જ  થોડા મહાવરાનીશીખવનારને જરૂર છે માત્ર થોડી ધીરજની.


પ્રયુક્તિ- ૫  :- દ્વીભાષિય વાર્તાઓ  (અને અન્ય મૌખિક ફકરા)

બાળકોની પરિચિત અને પસંદગીની વાર્તાઓ ( તે પણ એવી જે તેના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં હોય ) અંગ્રેજી શીખવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. એક એક વાક્યમાં આ વાર્તાઓ સંભળાવો. એક વાક્ય ગુજરાતીમાં સંભળાવો પછી એ જ વાક્ય અંગ્રેજીમાં કહો.   જેમ કે ......

(વાક્ય મુજબ હાવભાવ અને અભિનય ખૂબ જ જરૂરી )

૦ એક જંગલમાં એક હાથી રહેતો હતો. In a jungle, there lived an elephant.

૦ તે જંગલનો ડોક્ટર હતો.  He was the doctor of the jungle.

૦ પરંતુ તેને કીડીઓનો ખૂબ જ ડર લાગતો હતો.  But he was very, very afraid of ants!'

        બાકીનું આપના માટે રાખવા માગું  છું.

     આ પ્રયુક્તિના અમલીકરણ  માટે કદાચ આપણને આપણી અંગ્રેજી ઉપર પુરતો આત્મવિશ્વાસ ન હોય (ભાષાંતર માટે)તોકોઈ જાણકારની મદદ લેતાં શરમાવું ન જોઈએ...... અંગ્રેજીના CRG અથવા કોઈ હાઇસ્કૂલના અંગ્રેજી શિક્ષકની મદદ લઇ શકાય......જો આપણા વર્ગનાં બાળકો આઠ -દસ વખત પણ આ મુજબ વાર્તાઓ સાંભળશે તો ખૂબ મોટો ફરક જોવા મળશે.

            કેટલાક મૌખિક સંવાદોને પણ હાવભાવ અને અભિનય સાથે બન્ને ભાષામાં રજૂ કરીને પણ બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસાવી શકાય.... બાદમાં બાળકોને બોલવાની તક આપોતેઓ પણ ગુજરાતી- અંગ્રેજી ભેળસેળિયા રૂપમાં બોલે અને ધીમે - ધીમે પૂરે પૂરું અંગ્રેજી બોલી શકાશે.


પ્રયુક્તિ- ૬ :- મારા વિષે દસ વાતો.  (Ten Things about me.) 

  (દસ વાતો જ કેમ? એનું કોઈ કારણ નથીવધારે કે ઓછી પણ લઇ શકાય,)

      આ પહેલાં આપવામાં આવેલી Guess Who I am ? નું એક વધારાનું રૂપ છે......શરૂઆત કરો પોતાના વિષે અંગ્રેજીમાં દસ વાતો જણાવીનેએવી વાતો જે બાળકો સમજી શકે....... જેમ કે...

   I'm a teacher;   I like being with children;   I come to school in the morning................ વગેરે......વગેરે.......

    પછી બાળકોને જણાવો કે હવે તમારો વારો આવે છે. જ્યાં જરૂર જણાય ત્યાં અંગ્રેજીની જગ્યાએ ગુજરાતીનો ઉપયોગ કરી શકો છો....... જો તમને ખબર હોય તો તમે તેમને અંગ્રેજી શબ્દો આપી શકો છો. પરંતુ ખબર ન હોય તો તકનો લાભ ઉઠાવીને બાળકોની સામે શબ્દકોષ રજૂ કરી સાચો શબ્દ શોધવા કહો. અથવા તમે સાચો શબ્દ શોધી આપો....અને.... જણાવો.... આવી રીતે તમે પણ એમની સાથે સાથે શીખશો જ પરંતુ બાળકો તો શબ્દોથી પણ કંઈક વધારે શીખશે. 

બાકીની વિગતો હવે પછી જોઈશું.

  • ઉપર આપવામાં આવેલી પ્રયુક્તિઓમાં એટલું જરૂરી છે.
  • બાળકોને આ બાબતે વિચારવાની તક આપો કે....
  • તેઓ ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યાં છે?
  • કેવી કેવી રચનાઓ ઉભરી આવે છે?
  • જે શીખી રહ્યાં છે તેમાં કેવી કેવી યુક્તિઓનો ઉપયોગ કરી શકે છે?
             શીખવા -શીખવવાની જે જે મહત્વની બાબતોજે મળે તે મેળવતા રહો.....મહાવરો કરાવતા રહો જેથી બાળકોના મનમાં જ્ઞાન તાજું રહેઅને એના આધારે આગળ વધતાં રહે.

          તમને લાગશે કેઆ બધી તો મૌખિક પ્રયુક્તિઓ છે તેના પર આટલું બધું  ભારણ શા માટે આપવું?.... પણ એ  એટલા માટે કે,  અંગ્રેજીમાં બાકીનું બીજું બધું શીખવા માટે એક  ખૂબ મજબૂત આધાર (પાયો) જોઈએ...... જે  મકાનનો પાયો મજબૂત અને  ઊંડો હોય  એ મકાન પર  વધારે  માળ લઇ શકાય.... એ જ પ્રમાણે અંગ્રેજી ભાષાનો પાયો આ મૌખિક સોપાનથી મજબૂત થઇ શકે છે....... અહી બાળકોને અંગ્રેજીમાં ખૂબ જ સાંભળવાનું મળવું જોઈએ. અને આ પ્રમાણે અંગ્રેજીમાં બોલવાની તક મળવી જોઈએજેથી તેન[ એવું લાગવું જોઈએ કે પોતાને અને તેને મિત્રોને સમજમાં આવી રહ્યું છે. 

           જો તમારી શાળામાં ટી.વી. છેઅને તમે બાળકોને અંગ્રેજીનો કાર્યક્રમ બતાવી શકો તોમને વિશ્વાસ છે કે તમે જરૂર આ તમામ બાબતોનો ખૂબ ખૂબ રસપ્રદ ઉપયોગ કરી શકશો. 

              તો હવે લેખનનું કામ ક્યારે શરુ થાય???  ઝડપથી ! બાળકો ગુજરાતી વાંચન - લેખનની શરૂઆત કરી ચૂક્યાં છેતમે  એમાંથી  જ  કેટલીક યુક્તિ- પ્રયુક્તિઓ નું અંગ્રેજી માટે લેખિત  રૂપે તૈયાર  કરી શકો છો..અથવા  તેમાં લેખિત માટેની રૂપરેખા જોડી શકો છો.

        અંતમાં અહીં આપવામાં આવેલી યુક્તિ- પ્રયુક્તિઓ  માત્ર એક શરૂઆત છેઆગળ તમે ( ઉપર જણાવેલા બન્ને સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને) ખૂબ જ સુંદર મારા કરતાં પણ વધારે સારી યુક્તિ- પ્રયુક્તિઓ બનાવી શકો છો.

Railway Info

Railway Fare Inquiry -  Click Here
Railway Online Reservation -  Click Here
Seat Availability -  Click Here

PGDCA Materials