નવી દિશા ..... નવો રાહ ..... નવો અભિગમ ..... સતત ..... અવિરત..... કંઈક નવું કરવાની જીજ્ઞાસા.....

ડીજીટલ

SMS થી ફ્રી માં જાણકારી મેળવવા માટે ON HIRENJANI લખી 9870807070 ઉપર sms મોકલો....Thanks for visit..... સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

Saturday, January 5, 2013

શાળા ક્ક્ષા એ થઇ શકે તેવી પ્રવૃત્તિઓ ની યાદી

 1. રાષ્ટ્રિય તહેવારોની ઊજવણી : બાળકો દેશનાં ભાવિ નાગરિકો હોઇ દેશનાં ઇતિહાસને જાણે , સમજે તે હેતુથી રાષ્ટ્રિય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
 2. બાલસભા : બાળકોનાં સવૉંગી વિકાસમાં તેમની અભિવ્યક્તિ , પ્રતિભાનું ઘણું જ મહત્વ છે. બાળકોની અભિવ્યક્તિઓને રજૂ કરતી પ્રવૃત્તિ એટલે બાલસભા.
 3. પ્રવાસ પયૅટન : પ્રવાસ દ્વારા બાળકો પ્રત્યક્ષરૂપે પ્રાકૃતિક , ઐતિહાસિક , ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ જ્ઞાન મેળવે તે હેતુથી પ્રવાસ-પયૅટન શાળામાં થાય છે.
 4. વન ભોજન : બાળકો પ્રકૃતિની વચ્ચે રહીને સમૂહમાં ભોજન કરી શકે તે માટે શાળામાંથી વનભોજન માટે બાળકોને લઈ જવામાં આવે છે .
 5. વાલી સંમેલન : બાળકોની સિધ્ધિઓ ,પ્રવૃત્તિઓ તેમજ જરૂરી સૂચનોથી વાલીઓને અવગત કરાવવા માટે વાલીસંમેલન નિયત સમયે યોજાય છે .
 6. સ્વયં શિક્ષક દિન : બાળકોની શિક્ષક તરીકેની કામગીરી તેમજ સમગ્ર દિવસ શાળા સંચાલનની કામગીરીને પ્રોત્સાહન આપવા ૫મી સપ્ટેમ્બરે સ્વયંશિક્ષક દિનની ઉજવણી થાય છે.
 7. સ્પધૉઓ : બાળકોને અભ્યાસ સાથે ઇતરપ્રવૃત્તિઓમાં પણ રસ લેતા કરવા માટે રમત - ગમત , સુલેખન, નિબંધસ્પધૉ, રંગોળી , વેશભૂષા વગેરે જેવી પ્રવૃત્તિઓ માસવાર યોજાય છે.
 8. સાંસ્કૃતિક કાયૅક્રમો : બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલે તે હેતુથી શાળામાં ૨૬મી જાન્યુઆરીનાં દિને નૃત્ય, નાટક , રાસ , ગરબા જેવા સાંસ્કૃતિક કાયૅક્રમો યોજાય છે .
 9. ધાર્મિક તહેવારોની ઉજવણી : બાળકોની ધાર્મિક ભાવનાને સંતોષવા નવરાત્રિ, રક્ષાબંધન જેવાં ધાર્મિક તહેવારો પણ શાળામાં ઉજવાય છે.
 10. વૃક્ષારોપણ : 'પયૉવરણ બચાવો' એ ઉદ્દેશથી શાળામાં શિક્ષકો દ્વારા તેમજ બાળકો દ્વારા વૃક્ષારોપણ થાય છે.
 11. આરોગ્ય તપાસ : બાળકોનાં આરોગ્યને લગતી પ્રાથમિક તપાસ વગૅશિક્ષક દ્વારા જ સમયાંતરે આંખ, કાન, દાંતની તપાસ થાય છે.
 12. ગ્રામ સફાઇ : શાળા પયૉવરણ ઉપરાંત ગામને પણ સ્વચ્છ , સુઘડ બનાવવા તેમજ ગ્રામજનોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા માટે બાળકો દ્વારા જૂથમાં ગ્રામસફાઇ કરાવવામાં આવે છે.
 13. વિશેષ દિનની ઉજવણી : શાળામાં શાળાસ્થાપના દિન જેવાં વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે.
 14. બુલેટિન બોડૅ પ્રવૃત્તિ : બાળકોની શ્રેષ્ઠ કામગીરી જેવી કે ચિત્ર, સુલેખન ઉપરાંત બાળકો દ્વારા એકત્રિત કરેલ પેપર-કટિંગ્સને બાળકો બુલેટિન બોડૅ પ્રદર્શિત કરે છે.
 15. રામહાટ : બાળકોને અભ્યાસમાં જરૂરી સામગ્રી શાળામાંથી જ મળી રહે તેમજ તેમનામાં પ્રામાણિકતાનું મૂલ્ય વિકસે તે હેતુથી 'રામહાટ' ચલાવવામાં આવે છે.
 16. ગણિત્-વિજ્ઞાન મંડળ : વિજ્ઞાન જેવા વિષયમાં બાળકની જિજ્ઞાસાને સંતોષવા વિજ્ઞાન પ્રશ્ર્નપેટી , વિજ્ઞાનનાં પ્રયોગો, ગણિત-વિજ્ઞાન ક્વીઝ જેવી પ્રવૃત્તિ થાય છે.
 17. ઇકો-ક્લબ : બાળકો પયૉવરણનાં મહત્વને સમજે તે હેતુથી પક્ષીઓનાં માળા બનાવવા, અક્ષયપાત્ર , છોડ રોપી તેનું જતન બાળક જ કરે તેવી વિવિધ પ્રવૃત્તિઓ થાય છે.
 18. શાળા પુસ્તકાલય : બાળકોનો વાંચન પ્રત્યે રસ વધે તે માટે શાળા પુસ્તકાલયમાંથી વિવિધ પુસ્તકો બાળકોને વાંચવા માટે અપાય છે.
 19. આજનું ગુલાબ : શાળામાં સૌથી સ્વચ્છ , સુઘડ બાળકને 'આજનું ગુલાબ' બનાવી તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
 20. આજનો દિપક : બાળકોનાં જન્મદિનને શાળાકક્ષાએ ઉજવવામાં આવે છે. તે બાળકને 'આજનો દિપક' બનાવવામાં આવે છે.
 21. બચત બેંક: બાળકો બચતનાં મહત્વને સમજે તેમજ ગણન કૌશલ્ય વિકસે તે હેતુથી બચત બેંકની પ્રવૃત્તિ થાય છે.
 22. ઍસ્ટ્રોનોમી ક્લબ : બાળકોને ખગોળીય ઘટનાઓ જેવી કે સૂયૅગ્રહણ, ચંદ્રગ્રહણ વગેરેને કોમ્પ્યુટર પર તેમજ કેટલીક વખત પ્રત્યક્ષ બતાવવામાં આવે છે. આ ઉપરાંત કોઇ ખગોળશાસ્ત્રીનો જન્મદિન નિમિતે પ્રાથૅના સભામાં તેનો પરિચય આપવામાં આવે છે.

No comments:

Post a Comment