ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ વર્ષ ૨૦૧૨ -૧૩ નું ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User - Register Now પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર ૧૬ અથવા ૧૬ એ લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.
આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં તરતજ સેવ થાય છે.
રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે.
સમય તથા નાણાનો બચાવ થાય છે.
ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે.
ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે.
ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે.
No comments:
Post a Comment